સત્તા અને સંપતિના નશામાં માણસાઇભૂલાઇ ન જાય એ માટે સજાગ રહેવું.

એકવખત કોઇમોટા રાજ્યનો રાજા જંગલમાં શિકારકરવા માટે નિકળ્યો.શિકારની શોધમાં એ ખુબ જ આગળનીકળી ગયો અને રસ્તો ભુલી ગયો.આગાઢ જંગલમાં એનો ભેટો એક નવયુવાનભરવાડ સાથે થયો. પેલો યુવાનરાજાને પોતાના નેસમાં લઇ ગયો અનેપ્રેમથી જમાડ્યા પછી રાજાની સાથેઆવીને છેક જંગલની બહાર મુકી ગયો.રાજા આ ભરવાડ યુવાન પર ખુબરાજી થયો. એમણે નક્કી કર્યુ કે મારેઆ યુવાનને મારા રાજ્યમાં નોકરી પરરાખવો છે.યુવાનના માતા-પિતા તો ખુબ ખુશ થયા. ભરવાડરાજાને ત્યાં નોકરીએ રહી ગયો.રાજા તેના પર વિશ્વાસ રાખીનેજુદા-જુદા કામો સોંપતો જાય અનેયુવાન પુરી નિષ્ઠાથી એકામો કરતો જાય.બહુ થોડા જ સમયમાં આ યુવાનરાજાનો સૌથી માનિતો પ્રધાન થઇગયો આથી બાકીના દરબારીઓ આયુવાનની ઇર્ષા કરવા લાગ્યા.યુવાનઆખો દિવસ શું કરે છે એ બરાબરધ્યાનથી જોવા લાગ્યા. આ નિરિક્ષણવખતે એક બાબત ધ્યાનમાં આવી કેયુવાન રોજ નગરની બહાર આવેલી એકઅવાવરુ ઓરડીમાં એકલો જાય છે અનેઅડધો કલાક આ ઓરડીમાં રહે છે.દરબારીઓએ રાજાને આ બાબતેફરીયાદ કરી. રાજા એ યુવાન અનેબધા દરબારીઓને સાથે લઇનેપેલી ઓરડી પર તપાસ કરવા માટેગયા. બધાને એમ હતું કે યુવાન આઓરડીમાં કોઇ સંપતિ ભેગી કરીનેસંતાડતો હશે.ઓરડી ખોલી તો આખી ખાલી હતી એકખુણામાં માણસના કદનો એકઅરિસો હતો એ સિવાય કંઇજ નહી.બધા દરબારીઓ ભોંઠા પડી ગયા. એકદરબારીનું ધ્યાન ગયુ કેઅરિસાની પાછળ એક પોટલીમાં કંઇકસંતાડેલું છે. એ પોટલી બહારકાઢી એટલે ભરવાડે તે નખોલવા રાજાને વિનંતિ કરી પણરાજાએ બધાની હાજરીમાં એપોટલી ખોલી તો એમાંથી ભરવાડના જુના કપડાનિકળ્યા.રાજાએ આ વિષે યુવાનને પુછ્યુ ત્યારેયુવાને સ્પષ્ટતા કરતા કહ્યુ , “રાજાજી આ બધા જ દરબારીઓની વાતસાચી છે હું રોજ આ ઓરડીમાં આવું છું અનેપછી આ પ્રધાનના કપડા કાઢીનેભરવાડના કપડા પહેરુ છુ અનેપછી અરીસામાં જોઇને મારી જાતસાથે વાત કરુ છું કે તું મૂળભુત રીતેતો આ અરિસામાં દેખાય છે તે ભરવાડ જછે આ તો માત્ર રાજાની કૃપાથી તુંપ્રધાન બન્યો છે અને તું ત્યાં સુધી જપ્રધાન છે જ્યાં સુધી રાજા ખુશ છેજ્યારે રાજા રુઠશે ત્યારે ફરી ભરવાડજ થઇ જવાનો છે માટેસત્તાના નશામાં તું તારી જાતનેભુલી ન જતો.”મિત્રો, આપણે જ્યાં છીએ એઆપણી મહેનત અને ભગવાનની કૃપાનેકારણે છીએ. મોટી સત્તા કેસંપતિ મળ્યા પછી એ યાદ રાખવું કેરાજા આ બધુ પાછુ પણ લઇ શકે છે.સત્તા અને સંપતિના નશામાં માણસાઇભૂલાઇ ન જાય એ માટે સજાગ રહેવું.