ત્રણ વાના મુજને મળ્યાં, હૈયું, મસ્તક અને હાથબહુ દઇ દીધું નાથ! જા, ચોથું નથી માંગવુ.- ઉમાશંકર જોશી

ત્રણ વાના મુજને મળ્યાં, હૈયું, મસ્તક અને હાથબહુ દઇ દીધું નાથ! જા, ચોથું નથી માંગવુ.- ઉમાશંકર જોશી

ઉમાશંકર જોશી જેવા કવિ પાસેથી આટલી સરળ રચના કદી જોવા ના મળે પણ જેમ વધુ વિચારીયે તેમ સમજાય કે આ સાવ સરળ પંક્તિઓ માણસ જાતની ઉત્તમતાને બહુ સહજ રીતે વર્ણવી.પ્રભુનું સંતાન તે હોવાની પ્રભુને જાણ કરી દે છે. ભગવાન અને શયતાન માટે આદમ કદાચ એક પ્રયોગાત્મક સાધન હતું ભગવાને તેને હાથ દીધા ઉદ્યમ કરી જીવન નિર્વાહ કરવા, આવનારી આફતોથી માર્ગ કાઢવા મસ્ત્ક અને તે દ્વારા નિર્ણય શક્તિ આપી અને હૈયુ આપ્યુ સંવેદનાઓને ઝીલવા માટે ‘જા ચોથુ નથી માંગવુ ‘કહેતો આદમ ખરેખર સંતોષી અને સ્વનિર્ભર પ્રભુ સંતાન માણસ હતો.શયતાનને પ્રભુનું કોઇ પણ સર્જન ક્યાં ગમે? તેને તોડવા અને મચોડવા તે સતત મથે તેથી શયતાને તેને બુધ્ધી-દલીલ શક્તી અને જે છે તેના કરતા વધુ માટે માનસ તેનો અધિકારી છે તેવો અસંતોષ ભરેલું મન આપ્યુ… જુઓ કવિ કહે છે તેમ સંતોની જેમ સંતોષી જીવન જીવતા અહીં માણસો કરતા લાવ લાવ કરતા અતૃપ્ત અને અસંતોષી શયતાનને સંતતી તમને વધુ જોવા મળશે. ખૈર! એ વાત જુદી છે કે એ આસવનો નશો એટલો જલદ છે કે છ ફુટની એ કાયાને જેને અંતે રાખ થવાનુ છે તેને જ્યારે પણ જેટલું મળે તે ઓછુ જ પડે.. અને નફ્ફટ સંતાનની જેમ પ્રભુ ન્યાયમાં ઉણપો ખોડ ખાંપણો કાઢ્યા કરે..

ત્રણ વાના મુજને મળ્યાં, હૈયું, મસ્તક અને હાથબહુ દઇ દીધું નાથ! જા, ચોથું નથી માંગવુ.- ઉમાશંકર જોશી