જે જોઇએ છે તેનાં જ વિચાર કરો…

જે જોઇએ છે તેનાં જ વિચાર કરો…
.જે જોઇએ છે, તેનો જ વિચાર કરો.’ આકર્ષણનાં નિયમ મુજબ એક વિચાર એના જેવા બીજા અસંખ્ય વિચારોની શ્રંખલાને ખેંચી લાવે છે. જે બાબતનાં આપણે વધુ વિચાર કરીએ છીએ એને આપણે જાણ્યે-અજાણ્યે વધુ ઊર્જા આપીએ છીએ, એનર્જી આપીએ છીએ અને આપણે જેને એનર્જી આપીએ છીએ તે વધે છે, વિસ્તરે છે.
મોટાભાગના લોકોને સૌથી વધુ વિચાર જે બાબત નથી જોઇતી એના જ આવતા હોય છે. જોઇએ છે સ્વચ્છતા પણ મનમાં વિચાર એવો ચાલતો હોય કે ‘ગંદકી ન હોય તો સારું’. સોદો સારી રીતે પાર પડે તેવી ઇચ્છા હોય, પણ વિચાર એવો આવતો હોય કે ‘હું છેતરાઇ ન જાઉ તો સારું.’
તંદુરસ્તી જોઇતી હોય પણ વિચાર એવો ચાલતો હોય, ‘વાતાવરણ ખરાબ છે, માંદા ન પડાય તો સારું.’ બિઝનેસ ધમધોકાર ચાલે તેવી ઇચ્છા હોય પણ વિચાર એવો આવે કે ‘મંદી ન આવે તો સારું’. વર્ષનાં અંતે સારું બોનસ મળે એવી ઇચ્છા હોય પણ વિચાર એવો આવે કે ‘પગાર ન કપાઇ જાય તો સારું’. ઇચ્છા એવી હોય કે ઇન્વેસ્ટમેન્ટનું શ્રેષ્ઠ વળતર મળે પણ મનમાં વિચાર એ ચાલતો હોય કે ‘રૂપિયા ફસાઇ ન જાય તો સારું’.
આ દરેક ઉપવાસમાં ઇચ્છા સારી જ છે પણ એને રજૂ કરતો વિચાર વિપરીત છે. મંદી ન નડે તો સારું એવો વિચાર કરવાથી વિચારનું ફોકસ ‘મંદી’ પર જાય છે. જે મંદીના બીજા અનેક વિચારને ખેંચી લાવે છે, મંદીને જબરદસ્ત ઊર્જા મળવા લાગે છે અને મંદી નડવા લાગે છે – માર્કેટમાં મંદી ન હોય તો પણ એ વ્યક્તિ પૂરતી મંદી જન્મ લે છે.

Advertisements