નિર્ણય પછીનો અફસોસ કે અફસોસ પછીનો નિર્ણય – કાજલ ઓઝા-વૈદ્ય

એક રાજાને હાથમાં છરી વાગે છે. એની આંગળી કપાઈ જાય છે. એ વખતે ત્યાં હાજર મંત્રી સ્વાભાવિકપણે કહે છે, ‘જે થાય તે સારા માટે.’ ક્રોધના આવેશમાં રાજા મંત્રીને જેલમાં નખાવે છે. થોડા વખત પછી શિકારે ગયેલો રાજા આદિવાસીઓના હાથમાં સપડાય છે. આદિવાસીઓ રાજવંશી લોહીનો બલિ આપવા તૈયાર થાય છે. બલિની પૂરેપૂરી તૈયારી કર્યા પછી પૂજારીને સમજાય છે કે રાજાને એક આંગળી નથી. ખંડિત શરીરનો બલિ ન અપાય એવી અંધશ્રદ્ધા સાથે રાજાને છોડી મૂકવામાં આવે છે. રાજ્યમાં પાછો ફરીને રાજા હાથ જોડીને મંત્રીની માફી માગે છે.

 

પંચતંત્રની આ વાર્તા આપણને ઘણું શીખવી જાય છે. જે થાય તે સારા માટે માનીને જીવનારા લોકો પોતાના માટે ઘણી બધી તકલીફો ઘટાડીને શાંતિ ખરીદી લેતા હોય છે. થઈ ગયેલા નુકશાન ઉપર અફસોસ કરવાને બદલે કે આંસુ સારવાને બદલે એ પરિસ્થિતિને ફરી એક વાર મૂલવીને એમાંથી શું શીખવા જેવું છે એનો વિચાર કરનારા સુખી ન થતા હોય તો પણ પ્રમાણમાં ઓછા દુઃખી થાય છે એ તો સત્ય જ છે.

નિર્ણય પછીનો અફસોસ કે અફસોસ પછીનો નિર્ણય – કાજલ ઓઝા-વૈદ્ય

Advertisements