બીનજરૂરી બગાડ

નારદજી :~ અરે પ્રભુ ! તમારો જન્મદિવસ (જન્માષ્ટમી) નજીકમા છે અને તમે આટલા ઉદાસ કેમ ?

શ્રીકૃષ્ણ :~ અરે નારદજી ! એની જ તો ચિંતા છે. જન્માષ્ટમીના દિવસે રાત્રે 12વાગ્યે ન્યુઝ ચેનલો ચાલુ કરીને જુઓ તો ખરા, આપને બધુ સમજાઈ જશે.

નારદજી :~ એવુ તે શું બતાવે છે ન્યુઝ ચેનલ ?

શ્રીકૃષ્ણ :~ મારા જન્મદિવસે “ગોકુળ-મથુરા-વૃન્દાવન” ના મંદિરોમા “દૂધ-દહી-ઘી-મધ” ને શંખમા ભરી-ભરીને મારી નાની અમથી મૂર્તિ પર અભીષેક કરવામા આવે છે, અને આ દ્રવ્યો ભેગા થઈ છેવટે ગટરમા જાય છે, અને મંદિરમા પણ દુધની ડેરીમા આવતી હોય એવી દુર્ગંધ આવે છે એ બધુ યાદ આવતા, હુ દુ:ખી-દુ:ખી થઈ જાવ છુ.

નારદજી :~ અરે પ્રભુ ! આ તો ભક્તોનો તમારા પ્રત્યેનો પ્રેમ છે

શ્રીકૃષ્ણ :~ જો મુનીવર, તમે જ કહો… મારો એક દિકરો મંદીરની બહાર બે-ત્રણ દીવસથી ખાધા-પીધા વગરનો પડ્યો હોય અને બીજો દીકરો મારી મૂર્તી પર આટલો-આટલો અભિષેક કરી, બગાડ કરે તો દુ:ખ તો થાય કે નહી ?

નારદજી :~ વાત તો વિચારવા જેવી છે… તો પ્રભુ તમારી શું ઈચ્છા છે ?

શ્રી કૃષ્ણ :~ જેમ શ્રીફળ વધેરી, થોડો ભાગ ભગવાનને ધરી બાકીનો ભાગ પ્રસાદી તરીકે વહેચાય છે, તેમ દુધ-દહી-ઘી-મધ માથી એક ચમચી મારી મૂર્તી પર ચડાવી બાકીનુ દ્રવ્ય મારા અશકત દિકરાઓમા પ્રસાદી તરીકે વહેચાય એ વધુ ઈચ્છનીય છે.

અને બીજુ હુ મારા ભક્તોને એ કહેવા માંગુ છુ…. કે મને દુધ-દહી-માખણ-ઘી વધારે ભાવે છે તો મને એ ખવડાવવાના બદલે એનાથી નવડાવવાનો ? ? તમે કોઈ દિવસ આ દ્રવ્યોથી ન્હાવ છો ખરા ? ? કે તમારા બાળકોને ક્યારેય એનાથી નવડાવ્યા છે ? ?

નારદજી :~ પરંતુ પ્રભુ ! આ વાત ભક્તો સુધી પહોચાડવી કઈ રીતે ?

શ્રી કૃષ્ણ :~ અરે ! એટલે જ તો આપને યાદ કર્યા છે મુનિવર, સમાચાર ફેલાવવાનું કામ તમારાથી સારી રીતે કોણ કરી શકે ?

નારદજી :~ પ્રભુ ! હુ એકલો કેટલી જગ્યાએ પહોચું ? પણ મારી પાસે એક સરસ ઉપાય છે.

શ્રી કૃષ્ણ :~ તો વાર ના લગાડો, મુનિવર…. બોલો ફટાફટ

નારદજી :~ પૃથ્વીલોકમા  ભારતના જાગૃત યુવાનો આ સંદેશ ફેલાવી શકે અને બીનજરૂરી બગાડ અટકાવી શકે.

શ્રી કૃષ્ણ :~ ખુબ જ સરસ વિચાર છે.

નારદજી : ~ સારુ તો મને રજા આપો… નારાયણ ! નારાયણ !