હેલ્લો – “ગુડબાય”

જોહન એક મીટ વિતરણ ની ફેક્ટરી માં કામ કરતો હતો. એક દિવસ તેનું કામ પતાવી નિયમાનુસાર તે ફ્રીઝર માં કશુક તપાસ કરવા ગયો. પરંતુ બદનસીબે એક જ ક્ષણ માં દરવાજો બંધ થઇ ગયો અને તે અંદર પુરાઈ ગયો. તેણે ખુબ ચીસો પાડી, ખુબ દરવાજો પછાડ્યો પણ કોઈ મદદે ના આવ્યું. જયારે કોઈ ના આવ્યું ત્યારે તે ખુબ રડ્યો. મોટાભાગ ના મજુરો જઈ ચૂક્યા હતા. અને ફ્રીઝર ના દરવાજા ની બહાર અવાજ જવું શક્ય નહતું.

પાંચ કલાક પછી જયારે જોહન મૃત્યુ ની અણી પર હતો ત્યારે ચોકીદારે દરવાજો ખોલી તેણે બચાવી લીધો. જોહને તેણે પૂછ્યું તે શા માટે ત્યાં આવ્યો જયારે કે ત્યાં આવવું તેના કામ નો ભાગ નથી.

ચોકીદારે કહ્યું: હું આ ફેક્ટરી માં ૩૫ વર્ષો થી કામ કરું છું. સેકડો મજૂરો દરરોજ કામ કરવા અવરજવર કરે છે. પણ તું એક એવો મજૂર છે કે જે મને સવારે “ગૂડ મોર્નિંગ” અને સાંજે ઘરે જતા પહેલા “ગુડબાય” કહે છે. ઘણા લોકો મને તુત્છ સમજી મારી અવગણના કરે છે.

રોજ ની જેમ તે આજે સવારે કામ પર જતા પહેલા દરવાજા પાસે મને “હેલ્લો” કહ્યું હતું. પરંતુ કામ પતવા છતાં આજે તારું “ગુડબાય” કે “કાલે મળીશું” સાંભળવા નહોતું મળ્યું તો મેં ફેક્ટરી માં તપાસ કરવા નું નક્કી કર્યું.

હું દરરોજ તારી શુભેચ્છા ની રાહ જોતો. તારી નજર માં મારા માટે આદરભાવ જોવા મળતો. પણ આજે તારા વિદાઈવેળા ના શબ્દો ના સંભાળતા મને લાગ્યું કે તારી સાથે કઈક થયું છે. તો હું તને શોધવા લાગ્યો અને તું મને મળી ગયો.

બોધ:- નમ્ર બનો. તમારા આસપાસ ના લોકો સાથે પ્રેમ અને આદરભાવ થી વર્તો. કારણકે જિંદગી ખુબ નાની છે. લોકો પર હમેશા સારો પ્રભાવ રાખો ખાસ કરી ને કે જેની સાથે તમે રોજ મળો છો.