મુલ્ય ૧૦૦૦ની નોટ નું [You will never lose your value]

એક પ્રખ્યાત વક્તાએ હાથમાં ૧૦૦૦ રૂપિયાની નોટ રાખીને ભાષણ આપવાનું શરુ કર્યું.
આખો સભાખંડ ચિક્કાર ભરેલો હતો.
ભાષણ શરુ કરતા જ તેમને હાથમાં પકડેલી 1000 ની નોટ બતાવતા પૂછ્યું,
“કોને જોઈએ છે આ ૧૦૦૦ રૂપિયાની નોટ ?”
ધીમે ધીમે એક પછી એક હાથ ઉપર થવા લાગ્યા.
એમને કહ્યું,
“ભલે,
જેટલાએ હાથ ઉપર કાર્ય છે તે બધાને હું આ ૧૦૦૦ ની નોટ આપીશ
પણ
એ પેહલા મારે કઈક કેહવું છે.”
એમ કહી એ ૧૦૦૦ રૂપિયાની નોટનો તેમને ડૂચો વાળી દીધો.
ખંડમાં સન્નાટો છવાઈ ગયો.
ચુન્થેલી એ નોટને તેમને ખોલીને ફરી પૂછ્યું,
“હજુ પણ આ ૧૦૦૦ની નોટ કોને જોઈએ છે?”
ફરી હાથ ઉપર થવા લાગ્યા.
“ભલે” કહી એમણે એ ૧૦૦૦ રૂપિયાની નોટ જમીન પર ફેકી દીધી
અને
તેના પર પગ મુકીને તે ચગદાયેલી નોટને ફરી હાથમાં લઇ ઉંચી કરી પૂછ્યું.
“હજુયે આવી ખરાબ
અને
ધૂળવાળી નોટ કોને જોઈએ છે?”
છતાંયે
બધાના ધીમે ધીમે હાથ ઉપર થવા લાગ્યા.
પછી
એમણે કહ્યું,
“મારા પ્રિય મિત્રો,
આજે આપણે ખુબ મહત્વની વાત શીખ્યા છીએ.
નોટને મેં ડૂચો કરી,
રગદોળી
છતાં તમારે તે જોઈએ છે,
કારણ કે તમને ખબર છે
કે
આનાથી એની કિંમત ઘટશે નહિ.
અત્યારે પણ તેની કિંમત ૧૦૦૦ રુપીયા જ છે.
આવી જ રીતે જીવનમાં આવતા સંજોગોને લીધે આપણે નીચે પડીએ છીએ,
ખોટા નિર્ણયો
કે
ભૂલને લીધે હતાશ, નિરાશ થઇ સંકોચાઈ જઈએ છીએ.
આ નોટની જેમ જ ડૂચો વળી જઈએ છીએ
અને
આપણને લાગે છે
કે
આપણે સાવ નકામાં થઇ ગયા છીએ
પણ
એવું નથી.
કઈ પણ થાય છતાં આપણી કિંમત નથી ઘટતી.
આપણે બધા ખાસ છીએ આ વાત ક્યારેય ન ભૂલતા.”
બોધ:
નાણાનું જે રીતે એક ચોક્કસ મુલ્ય છે એવુંજ માનવજીવનનું પણ છે.
સંજોગોને લીધે તે પછડાય, કચડાય
– ગમે તે થાય
છતાં એક માણસ તરીકેનું તેનું મુલ્ય ઘટી જતું નથી.
પૈસા ના અભાવે જગત 1% દુઃખી છે,
પણ
સમજ ના અભાવે જગત 99% દુઃખી છે.

A well known speaker started off his seminar by holding up a $20 bill. In the room of 200, he asked, “Who would like this $20 bill?”

Hands started going up. He said, “I am going to give this $20 to one of you but first, let me do this.” He proceeded to crumple the dollar bill up.

He then asked, “Who still wants it?” Still the hands were up in the air. “Well,” he replied, “What if I do this?” And he dropped it on the ground and started to grind it into the floor with his shoe.

He picked it up, now all crumpled and dirty. “Now who still wants it?” Still the hands went into the air.

“My friends, you have all learned a very valuable lesson. No matter what I did to the money, you still wanted it because it did not decrease in value. It was still worth $20. Many times in our lives, we are dropped, crumpled, and ground into the dirt by the decisions we make and the circumstances that come our way.

We feel as though we are worthless. But no matter what has happened or what will happen, you will never lose your value. You are special – Don’t ever forget it!