Gujarati

12733393_10207784740350309_1003622277907773107_n

 • સફળતાની સીડી ચડવા માટે તમને આખી સીડી દેખાય તે જરૂરી નથી.પહેલા એક ડગલું
  શ્રદ્ધાપૂર્વક ચડો,આગળના ડગલા આપમેળે સ્પષ્ટ થતા જશે. તમે જેમ-જેમ પગથીયા
  ચડતા જશો તેમ-તેમ તમારી સાથેના લોકો ઓછા થતા જશે અને કઠીનાઈઓ વધતી જશે.

 

 • જગતમાં બે સ્થળોએ હોવું સૌથી ગત્યનું છે..
  ૧… કોઈકના વિચારોમાં
  ૨…કોઈકની પ્રાર્થનામાં

 

 • દુઃખ એટલે શું ..?  એક ચિંતક ચાલતો ચાલતો જંગલમાં જઈ ચડ્યો. મનમાં ચાલતા વિચારને તેણે ધ્વનિનું રૂપ આપ્યું – ‘જગતમાં આટલું બધું દુઃખ કેમ છે ?’ જવાબમાં વડલો ઘેરું ઘેરું હસ્યો, નાનકડા છોડ પરના ફૂલે સ્મિત કર્યું, નદી રમતી રમતી ચાલતી રહી, પહાડે અશ્રાવ્ય અટ્ટહાસ્ય કર્યું, આકાશે વહેતું વાદળ મરક્યું. છેવટે એક નાનકડાં પંખીએ હસતાં હસતાં કહ્યું : ‘દુઃખ ? દુઃખ એટલે શું ? અમને તો ક્યાંય દુઃખ જણાતું નથી, મિત્ર.. !’

 

 • મિત્રતા કરવાની કોઈ રીત નથી,
  લાગણીઓ રોકી શકે એવી કોઈ ભીંત નથી,
  સબંધો જો સચવાય સાચા મનથી,
  તો જીવનની કોઈ પણ બાજીમાં હાર-જીત નથી….

 

 • પાણીને પોતાનામાં તરવાનું મન થયુંનેતે બરફ થયો

 

 • લાગણીઓનું માપ શબ્દોમાં નહિ, વ્યક્તિના વર્તન અને અરસપરસ વ્યવહારમાં હોય છે તે પૂછવાની નહીં, અનુભવવાની વાત છે……….@ Madhu

 

 • અંધારામાં પ્રકાશ ફેલાવીને તો જુઓ,
  ઘમંડને દિલમાંથી ભગાડીને તો જુઓ,
  દ્રઢવિશ્વાસ દિલમાં હોય તો સફળતા ચોક્કસ મળે છે,
  એક ડગલું આગળ વધારીને તો જુઓ

 

 • કોની દુઆ ફળી કે સમય મિત્ર થઇ ગયો …..જયા જ્યાં કદમ ધરું છું ત્યાં ત્યાં બહાર છે

 

 • સ્મુતીપટ પર એક જ વખત અકિત થાય છે
  ભુસવાની લાખ કોશીસ કરવા થી તે વધારે
  સ્પષ્ટ દેખાય જાય છે (c )ભટ્ટ નીતિન
 • શબ્દ એ સ્વરૂપ પકડયું ત્યારે ચારેકોર વિવાદ સજાયો..(c )ભટ્ટ નીતિન

 

 • હે ભગવાન, હું ક્યાં એમ કહું છું કે મને મારા કર્મોનુ સારૂ ફળ આપી દે. વિનંતિ મારી બસ એટલીજ છે કે સારા કર્મ કર્યા કરૂ એટલુ બળ મને આપી દે.

 

 • હું ભલે ને ઈચ્છું આ જગત બદલાય પણ,
  અહીયા તો મારા જેવા કેટલાય ને જગત બદલી જાય છે..

 

 • સારું એવા લોકોની સાથે બને, જેનામાં ધીરજ હોય,
  વધારે સારું એવા લોકોની સાથે બને, જે પ્રયત્ન કરે,
  શ્રેષ્ઠ એવા લોકોની સાથે બને, જેનો વિશ્વાસ દ્રઢ હોય

 

 • આ૫ણા વિચારો જ આ૫ણું જીવન છે. આ૫ણી ખુશી, આ૫ણું સ્મિત, આપણો ઉત્સાહ, ઉલ્લાસ તથા આ૫ણી સદભાવનાના સ્ત્રોત આ૫ણા વિચારો જ છે. આ૫ણા વિચારોથી જ આ૫ણું વ્યક્તિત્વ બને છે..

 

 • ઊગવું – આથમવું, ખીલવું – મૂરઝાવું, હસવું- રડવું ,
  એ પ્રકૃતિનો પાયાનો સિદ્ધાંત છે..
  ભરતીનો રોમાંચ હોય તો ઓટનું પણ આકર્ષણ હોવું જોઈએ..!!!

 

 • જો ઇશ્વર હોય તો આપણે તેનું દર્શન કરવું જોઈએ ,
  આત્મા હોય તો આપણે તેની અનુભૂતિ કરવી જોઈએ ,
  નહી તો, એમાં માનવું નહિ એ વધુ સારું છે.
  દંભી થવા કરતાં આખાબોલા નાસ્તિક થવું એ બહેતર છે…
  – સ્વામી વિવેકાનંદ

 

 • મિત્ર… એક એવો ચોર હોય છે જે “આંખો” માંથી “આંસુ “,
  ચહેરા પરથી પરેશાની, દિલ માંથી માયુશી,
  ઝીંદગી માંથી દુખ અને હાથોની રેખા માંથી મૌત સુધી ચોરાવી દે છે.

 

 • “સ્વમાન થી જીવજે ને માનભેર મરજે
  ના ક્દી તું રડજે, ના કદી કરગરજે
  પાણી જેમ જીવન હાથમાંથી સરતું
  બીજાની પ્યાસ બુઝાવી સાર્થક કરજે…!!!

 

 • કયારેક આપણે આપણી ‘લાગણી’ઓ ‘સંબંધ’ને ગુમાવવાના ડરથી ‘વ્યક્ત’ કરતાનથી હોતા, પરંતુ હકીકત એછે કે, ઘણીવાર આપણે આપણી ‘લાગણી’ઓને ‘વ્યક્ત’ નહિ કરીને જ એક ‘સુંદર’ સંબંધ ગુમાવતા હોઇએ છીએ..!!

 

 • જીવન છે તો મુશ્કેલી છે અને મુશ્કેલી છે તોજ જીવનની કીમત છે…!!!

 

 • જીવન’એ તમારી ‘લાગણી’ અને ‘વાસ્તવિકતા’ વચ્ચેનું ‘સમાધાન’ છે,
  દરેક તબક્કામાં તમારે તમારી ‘લાગણી’ઓ ને બહાર છોડી
  અને ‘વાસ્તવિકતા’ઓ ને સ્વીકારવી જોઇએ…!!!

 

 • ક્યારેક હસતા મૂકી દે આ જિંદગી ,
  ક્યારેક રડતા મૂકી દે આ જિંદગી ,
  ના પૂર્ણવિરામ સુખોમાં ,
  ના પૂર્ણવિરામ દુઃખોમાં ,
  બસ જ્યાં જુઓ ત્યાં અલ્પવિરામ મૂકી દે આ જિંદગી..

 

 • હૃદય નાનું છે પણ એની વિશાળતા અમાપ છે.
  હૈયું ભલે નાનકડા ઝરણા જેવું હોય પણ એનો
  સ્વભાવ સાગર ની ભરતી-ઓટ નો રહેવાનો..

 

 • પ્રભુને સમજવા હોય તો
  પોતાના બધા જ પૂર્વગ્રહો અને પસંદગીઓ
  બાજુમાં મૂકી દેવા જોઈએ.

 

 • ખરેખર,ધર્મએ માઇલસ્ટોન છે,તેના પર બેસવાનુ નથી ત્યાંથી માત્ર પસાર થવાનુ છે,તેથી ધર્મ એ મંઝીલ નથી પણ માર્ગ છે.

 

 • અમે જેવા છીએ તેવા રહીશું,
  કોઈ ના કેહવાથી નહિ બદલીશું,
  પરિવર્તન સૃષ્ટિનો નિયમ હોઈ તો,
  અમે પોતાને નહિ દુનિયાને બદલીશું…!!!

 

 • તમે ઈચ્છો કશું કરવા તો રસ્તાઓ મળી રહશે ,
  જીવન ચાહો નવું ધરવા તો રસ્તાઓ મળી રહશે..!!
  – હિમત ખાટસૂરીયા

 

 • પ્રબળ ઈચ્છા શક્તિ અને મજબૂત મનોબળનાં બે પૈડાં વિજય રથને લઞાડી, ખડતલ શરીર રૂપી રથનું માળખુ તેની ઉપર ગોઠવી, વિવેક બુદ્દિરથ ને સારથી બનાવી, સામ,દામ,દંડ,ભેદ નામના ચાર હણહણતા ઘોડા વિજય રથને જોતરી તમે સ્વયં તેમાં બિરાજશો તો જીવન સંગ્રામ જીતશો…

 

 • જીવનમાં હંમેશા પહેલો સંઘર્ષ મન સાથે જ થાય છે,
  કારણ કે મનને નેગેટિવવાળો રસ્તો જ પસંદ પડે છે..

 

 • જો તમે જે હોય તે બની રહો, બીજાને તે જે હોય તે બની રહેવા દો, વસ્તુઓ જ્યાં હોય ત્યાં રહેવા દો, સંજોગો જેવા હોય તેવા રહેવા દો, જયારે તમે બીજા બધા કરતાં શાંતિને પ્રાથમિકતા આપી પસંદ કરો છો, ત્યારે ખુશી અને સુખને તમે આપોઆપ આકર્ષો છો. ખુશી એ તમારો મત છે, એને તમારો જ રહેવા દો. શેક્સપિયરે એક સરસ વાત કહી છે, “But O, how bitter a thing it is to look into happiness through another man’s eyes..”

 

 • ન આત્મા પ્રાપ્ત કરવાનો છે ન પરમાત્મા પ્રાપ્ત કરવાનો છે. એ તો સિદ્ધ છે જ, સ્વયંભૂ છે, એ ભીતર છે, બહાર છે. સકલ નિરંતર છે. સમગ્ર રીતે આપણા હોવાપણાનું શુદ્ધીકરણ જરૂરી છે..

 

 • જિન્દગીની અનેક વ્યાખ્યાઓમાં આ પણ સાચી…
  “હુ જે ચાહુ એ મને જલદી ના મળે અને એ મેળવવાનો પ્રયાસ એટલે જ જિન્દગી..”

 

 • કથા માં INTERVAL  –  મુવી માં INTERVAL  – કામ માં INTERVAL
  પણ જીવન માં INTERVAL નથી હોતું. કેમ સાચી વાત ને …!!!
  કેમ કે જીવનની કહાની કઈક અલગ છે જેમાં …..
  માત્ર શરૂઆત અને અંત હોય છે…!!!

 

 • કોઈએ ભગવાનને પૂછ્યું,
  ‘તમને સૌથી વધારે કઈ વ્યક્તિ ગમે..?’
  ભગવાને જવાબ આપ્યો,,
  ‘એ વ્યક્તિ જેની પાસે બદલો લેવાની તાકાત હોય, છતાં એ માફ કરી દે..’
  – અજ્ઞાત

 

 • સંઘર્ષ અને ઉથલપાથલ વિનાનું જીવન સાવ નીરસ થઈ જાય છે. એટલે જ જીવનમાં આવનારી આપત્તિઓને સહન કરી લેવામાં જ સમજદારી છે..
  – વિનોબા ભાવે

 

 • તને તારુ ધારેલ સ્વર્ગ મળે
  કે તું જે પામે તે સ્વર્ગ બને….

  જીવનની સચ્ચાઈ અને જીવન જીવવાનો રસ્તો બતાવી જાય છે. જો સુખી થવુ હોય તો કોઈ પણ જાતની ફરિયાદ વિના જે મળ્યુ તે પ્રભુ પ્રસાદ સમજી જીવી જાવ અથવા અનુકુલન શક્તિ વિકસાવી જે મળ્યુ તે સ્વર્ગ બનાવીને જીવ્યે જાવ. જે જીવનને ઊત્તમ કાર્યો કરવા માટે પ્રભુએ ચીંધેલ રસ્તે ચાલે છે અને સંતોષથી જીવે છે તેને કદી આધિ વ્યાધિ કે ઊપધિ આવતી નથી કારણ્ કે તેઓને જે પામ્યા તેને સ્વર્ગ બનાવતા આવડે છે.

 

 • જ્ઞાન મેળવી શકાય છે, જો ચિંતન કરી શકીએ..
  સંસ્કાર મેળવી શકાય છે, જો વિનમ્ર બની શકીએ.

  વિશ્વાસ મેળવી શકાય છે, જો સત્ય બોલતા આવડે.
  મંઝીલ મેળવી શકાય છે, જો પુરુશાર્થ કરતા આવડે.

 

 • ‘સમય’ જોઇ ‘સંબંધ’ રાખે તેના કરતા,
  ‘સંબંધ’ જોઇને ‘સમય’ આપે તે ‘સાચો’ સંબંધ…!

 

 • તમારામાં રહેલો કોઈક એવો કલાકાર છે જે વર્ષોથી સૂતેલો હોય..?
  જો મોકો મળે તો તક ખોળી ક્યારેક જગાડી દેજો. આમાં કલાકો નહિ માત્ર એક ક્ષણ કાફી છે…

 

 • વાદળોની ખરી કસોટી ત્યારે
  થાય છે, જ્યારે

  આકાશમાંથી નીચે
  સૂકી જમીન જુવે છે
  પણ વરસી નથી શકતા.

 

 • એક પક્ષી મારા ઓરડાની બારી પર
  બેસી હસી રહ્યુ છે મને ઓરડામાં કૈદ જોઈ

  મેં પુછયુ ”કેમ હસે છે ?”

  તે બોલ્યુ ”પિંજરામાં કૈદ છો તોય
  ખુશ હોવાનો ડોળ કરો છો તેટલે ‘

  શું ખરેખર આપણે કૈદ છે આપણા જ
  બનાવેલા પિંજરાઓમાં ?

  કદાચ હા,

  અને સૌથી મોટી તકલીફ એ કે
  આપણે જાણતાય નથી કે
  આપણે કૈદ છે
  તેટલે બહાર નીકળવાની
  કોશિશ પણ કરતા નથી

 

 • શોધુ છુ મારૂ ખોવાયેલુ અસ્તિત્વ…
  ટાબરિયાના ટીફિન બોક્સમા તો ક્યાંક વહેલી સવારના ઝાક્ળની બુંદમા..
  શોધુ છુ મારૂ ખોવાયેલુ અસ્તિત્વ…
  સેલ્ફોનની રણકેલી રીંગમાં તો ક્યાંક તુલસીના છોડમા…
  શોધુ છુ મારૂ ખોવાયેલુ અસ્તિત્વ…
  ગુગલ સર્ચમાં તો ક્યાંક પુસ્તકો સાથેના અનન્ય અનુરાગમાં…
  શોધુ છુ મારૂ ખોવાયેલુ અસ્તિત્વ…
  મિત્રો સાથેની ગપાટાબાજીમા તો કયાંક સ્વ સાથેના સંવાદમાં….
  શોધુ છુ મારૂ ખોવાયેલુ અસ્તિત્વ…
  એકલતાના તિમિરમા તો ક્યાંક એકાંતના તેજમાં….
  – અવનિ દલાલ

 

 • રવિન્દ્રનાથ ટાગોરની એક સુંદર કવિતા…

  ઇશ્વરના ચરણોમાં પુષ્પ ચઢાવવા મંદિર ન જશો,
  પહેલા તમારા ઘરને પ્રેમની ખુશ્બોથી મધમધતું કરજો…
  ઇશ્વર સામે દિવો પેટાવવા મંદિર ન જશો,
  પહેલા તમારા હ્રદયમાં રહેલા પાપોના અંધારા દૂર કરશો…
  ઇશ્વર સામે તમારું શીશ પ્રાર્થનામાં ઝૂકાવવા મંદિર ન જશો,
  પહેલા તમારી સામેના માણસની નમ્રતા અને
  માણસાઈ સામે આદર અને સન્માનથી ઝૂકતા શીખજો…
  ઇશ્વર સામે ઘૂંટણિયે ઝૂકી પ્રાર્થના કરવા મંદિર ન જશો,
  પહેલા તમારી સામે દુ:ખો અને અન્યાયથી
  ચગદાઈ ગયેલા વ્યક્તિને ઉભો કરવા ઝૂકશો…
  ઇશ્વર સામે તમારા પાપોની ક્ષમા યાચના કરવા મંદિર ન જશો,
  પહેલા તમારી સાથે જેણે અન્યાય કર્યો હોય કે
  જેણે તમને દુભવ્યા હોય તેમને હ્રદયપૂર્વક માફી આપશો…

 

 • ઇશ્વર અને મનુષ્ય વચ્ચેનો સંવાદ…
  એક દિવસ મેં ઇશ્વરને પૂછ્યું કે પૃથ્વી પર કઈ રીતે જીવવું જોઇએ?
  ઇશ્વરે મારી નજીક આવી મારા કાનમાં કહ્યું ..:
  સૂર્ય જેવા બનો. સવારે વહેલા ઉઠો અને રાતે જલ્દી સૂઈ જાઓ…
  ચંદ્ર જેવા બનો. અંધારામાં પ્રકાશ આપો ,
  પણ વધુ તેજમાં વિલીન થઈ જાઓ…
  પંખી જેવા બનો. ખાઓ, ગાઓ,પીઓ અને ઉડો…
  ફૂલો જેવા બનો. સૂર્યને ચાહો પણ તમારા મૂળિયાને વફાદાર રહો…
  વિશ્વાસુ અને વફાદાર શ્વાન જેવા બનો, પણ ફક્ત તમારા માલિક પ્રત્યે…
  ફળ જેવા બનો, બહારથી સુંદર અને અંદરથી તંદુરસ્ત, રસાળ…
  દિવસ જેવા બનો જે શાંતિથી આવે છે અને બડાઈ ઠોક્યા વગર
  ચુપકીદી સાથે જતો રહે/પૂરો થઈ જાય છે…
  મીઠા પાણીની વિરડી જેવા બનો. તરસ્યાની તરસ છીપાવો…
  આગિયા જેવા બનો, નાનકડા હોવા છતાં પ્રકાશ રેલાવો…
  પાણી જેવા બનો, શુદ્ધ, સ્વચ્છ અને પારદર્શક…
  નદી જેવા બનો, સતત આગળ વહેતા રહો…
  અને બીજા બધાંથી વિશેષ, સ્વર્ગ જેવા બનો
  જ્યાં ઇશ્વરને વાસ કરવાનું મન થાય…

 

 • ક્રોધને પકડી રાખવો એ ગરમ કોલસાને કોઈકની પર ફેંકવાના ઈરાદા સાથે પકડી રાખવા બરોબર છે. એનાથી તમે પોતે જ દાઝો છો….- ગૌતમ બુદ્ધ

 

 • જીંદગી તારા ખોળામા કંઈક જીવવા જેવુ લાગે છે,
  આટલા વર્ષે તું ઓળખાણી તો ભલે ઓળખાણી,
  મને એનો ગમ નથી, બસ મારે તો તને જીવી જાણવી છે…!
 • તમે ઈચ્છો કશું કરવા તો રસ્તાઓ મળી રહશે ,
  જીવન ચાહો નવું ધરવા તો રસ્તાઓ મળી રહશે..!!
  – હિમત ખાટસૂરીયા

 

 • સફળતા સદાયે વહેતી રહેતી હોય છે.વહેતા જળની જેમ.તરસ છીપાય પણ તેના ઘડા ન ભરાય…

 

 • મેં ભગવાનને પૂછ્યું,,
  ‘હું મારા જીવનનો મહત્તમ આનંદ કેવી રીતે મેળવી શકું..?’
  ભગવાને જવાબ આપ્યો,,
  ‘અફસોસ વિના તારા ભૂતકાળનો સામનો કર, આત્મવિશ્વાસપૂર્વક તારા વર્તમાનની સંભાળ રાખ અને ભય વિના તારા ભવિષ્ય પર નજર રાખ…’

 

 • ઝાઝું વિચારવું જ નહીં
  મારું કે તારું કંઈ ધાર્યું ના થાય એના કરતાં તો ધારવું જ નહીં….
  ઝાઝું વિચારવું જ નહીંરહેવા મળે તો ક્યાંક તરણાની ટોચ ઉપર, પળભર પણ ઝળહળ થઈ રહેવું
  વહેવા મળે તો કોક કાળમીંઢ પથ્થરને, ભીંજવવા આરપાર વહેવું.
  ….……. આવી ચડે ઈ બધું પાંપણથી પોંખવું ને મનને તો મારવું જ નહીં
  ઝાઝું વિચારવું જ નહીં

  ઘુવડની આંખ્યુંમાં ચોંટેલું અંધારું કુમળા બે કિરણોથી ધોત
  આગિયાના ગામમાંથી ચૂંટાયા હોત ને તો આજે તો સૂરજ હું હોત
  …………… સ્મરણો તો હંમેશા આ રીતે પજવે, તો કંઈ પણ સંભારવું નહીં
  ઝાઝું વિચારવું જ નહીં

  સરનામા પૂછી પૂછીને જે વરસે ઈ વાદળ નહીં બીજા છે કોક
  ભીંજાવા માટે પણ પાસવર્ડ માગે ઈ ચોમાસા કરવાના ફોક
  …………. છાંટોયે હેતથી ના વરસી શકાય એના કરતાં અંધારવું જ નહીં
  ઝાઝું વિચારવું જ નહીં.

  – કૃષ્ણ દવે

 

 • ગમતું કાર્ય કરીને સફળતા મેળવવી એ સહજ છે ,
  પણ વિપરીત પરિસ્થિતિમાં પણ અણગમતું કામ કરીને
  સફળતા મેળવવાનો આનંદ અનોખો જ રહેશે..
  ક્યારેક અજમાવી જોજો…

 

 • આ દુનિયામાં ગમે તેટલો યશ મળે. ગમે તેટલી પ્રતિષ્ઠા વધે, નામનાનો કોઈ પાર ન હોય પણ અંદર જો અશાંતિ હશે, અંતરમાં અતૃપ્તિનો વલવલાટ, ચાલુ હશે તો બધું જ નકામું છે..!!

 

 • પરિસ્થિતિ ગમે તેવી હોય, મેં આનંદમાં અને ખુશ રહેવાનો દ્રઢનિશ્ચય કર્યો છે, કારણ કે મેં અનુભવના આધારે શીખ્યું છે કે આપણી ખુશી અને નિરાશાનો ઘણો ખરો આધાર આપણા સ્વભાવ પર રહે છે, આપણી પરિસ્થિતિઓ પર નહીં.. – માર્થા વોશિંગ્ટન

 

 • કુદરત કામ કરે છે એ નક્કી છે…
  ભલે દેખાય નહી, પણ એ છે ક્યાંક એ નક્કી છે….
  જતા હોઈયે ક્યારેક કોઈ કામ કરવા તો હૃદય રોકે છે એ નક્કી છે….
  ન હોય જો આપણી માટે બરોબર કંઈક તો એ ઈશારો કરે એ નક્કી છે…
  સમજતા આપણને નથી આવડતું એ વાત અલગ છે…
  પણ એ સમજાવે છે એ પણ નક્કી છે…

 

 • સંપતિથી પ્રાપ્ત થયેલી શ્રીમંતાઈ ને જાહેરાત વિના ફાવતું નથી,
  જયારે
  સદગુણોથી પ્રાપ્ત થયેલી શ્રીમંતાઈ ને જાહેરાતમાં  ફાવતું નથી……
  છે ને બન્ને વચ્ચે પ્રચંડ વિરોધાભાસ ?     @મેઘના વોરા

 

 • કર્મ એ એવો અરીસો છે જે આપણને આપણું સ્વરૂપ બતાવી દે છે, માટે આપણે કર્મનો આભાર માનવો જોઈએ..

 

 • જીવન એક પડઘો છે…  તમે જે મોકલો .. એ પાછું આવે,
  તમે જે વાવો .. એ ઉગે,   તમે જે આપો .. એ મળે,
  તમે બીજાંમાં જે જુઓ .. એ તમારામાં હોય.
  તમારું જીવન એક પડઘો છે,  એ હંમેશા તમને પાછું જ મળે છે…

 

 • ઈશ્વર ના પ્રત્યેક સર્જન માં તમે એક પ્રકાર ની પરિપૂર્ણતા નિહાળશો, તો એ કુદરતના કરિશ્મા ને જોતાંજ તમે બધાં દુન્યવી દુઃખ ભૂલી જશો અને એક વિરાટ શક્તિના સર્જન નો આનંદ માણતા થશો

 

 • મજબૂત બનો, જ્યારે તમે નબળા પડો ત્યારે,
  બહાદૂર બનો, જ્યારે તમે ગભરાઈ જાવ ત્યારે,
  અને વિવેકી બનો જ્યારે તમે વિજેતા બનો ત્યારે

 

 • સંબંધો પતંગિયા જેવા હોય છે,
  જોરથી પકડો તો મરી જાય,
  છોડી દો તો ઉડી જાય.
  ને જો પ્રેમથી પકડો તો
  તમારા હાથમાં પોતાના રંગ છોડી જાય છે…

 

 • પ્રોત્સાહન ચેપી છે.આપે તેને અને પામે તેને બંનેને પ્રોત્સાહીત કરે છે..!!

 

 • નામ મોટું શું કામનું,  જે કોઈના કામમાં ન આવે.
  દરિયા કરતાં તો નદીઓ સારી,  જે સૌની તરસ છીપાવે..

 

 • સમજુતી કરી લીધી છે મેં મારા ભોળા અંતર સાથે, વાતો કરવી ફૂલો સાથે, મૂંગા રહેવું પત્થર સાથે.

 

 • તમે એક મિનિટ ગુસ્સે થાઓ ત્યારે ખુશમિજાજની સાઠ સેકન્ડ ગુમાવી બેસો છો..

 

 • બસ
  એ જ સંબંધો સાચા …   જેની પાસે   સ્વયં ખૂલતી હોય હ્રદયની વાચા …
  ગમે ત્યાંથી સ્પર્શો ,  ના હો ક્યાંય અહમ્ ના ખાંચા. બસ એ જ સંબંધો સાચા
 • સવારનો ધુમ્મસ પણ એ શીખવાડે છે કે, બહુ આગળનું જોવું નક્કામું છે…
  ધીમે ધીમે આગળ વધતા રહો રસ્તા આપોઆપ ખુલ્લા થઇ જશે.
 • ચાલ ઉપાડ એક કોરો કાગળ,
  મેં ચીતર્યો સુર્ય, તું લખ વાદળ,
  હું તારા નામનો આખોય યુગ લખું
  તું લખ મારા નામની એક પળ.
 • લાગણીઓનું માપ શબ્દોમાં નહિ, વ્યક્તિના વર્તન અને અરસપરસ વ્યવહારમાં હોય છે તે પૂછવાની નહીં, અનુભવવાની વાત છે
 • મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ
  આંગળી જળમાંથી કાઢી, ને જગા પુરાઈ ગઈ !
  -ઓજસ પાલનપુરી
 • ફુલે કહ્યું `મારી સુગંધનો હું એકલો માલિક. હું તે કોઈને નહિ આપું.’ ફુલે પાંખડીઓ દ્વારા સુગંધને પૂરી રાખી. પણ સુગંધ રોકી રોકાઈ નહીં. એ તો પવન પર સવાર થઈને ચાલી.
  ફુલે કહ્યું `સુગંધ – મારી દીકરી તું પાછી આવ તને હું ખૂબ સારી રીતે સાચવીશ’. ફુલ બુમો પાડતું રહ્યું પણ સુગંધે સાંભળ્યું જ નહિ.
  પવને ફુલને કહ્યું,
  `અરે ભાઈ જે સુગંધ તારું ઘર મેલીને બહાર નીકળી તેને જગત તારી સુગંધ કહે છે તેને તું ઘરમાં પૂરી રાખીશ તો તેને કોઈ સુગંધ કહેવાનું નથી.’
  ફુલને જ્ઞાન થયું. એ બોલ્યું
  `જા બેટા જા. મા-બાપ્નું નામ રોશન કર.’
 • શોધુ છુ મારૂ ખોવાયેલુ અસ્તિત્વ…
  ટાબરિયાના ટીફિન બોક્સમા તો ક્યાંક વહેલી સવારના ઝાક્ળની બુંદમા..
  શોધુ છુ મારૂ ખોવાયેલુ અસ્તિત્વ…
  સેલ્ફોનની રણકેલી રીંગમાં તો ક્યાંક તુલસીના છોડમા…
  શોધુ છુ મારૂ ખોવાયેલુ અસ્તિત્વ…
  ગુગલ સર્ચમાં તો ક્યાંક પુસ્તકો સાથેના અનન્ય અનુરાગમાં…
  શોધુ છુ મારૂ ખોવાયેલુ અસ્તિત્વ…
  મિત્રો સાથેની ગપાટાબાજીમા તો કયાંક સ્વ સાથેના સંવાદમાં….
  શોધુ છુ મારૂ ખોવાયેલુ અસ્તિત્વ…
  એકલતાના તિમિરમા તો ક્યાંક એકાંતના તેજમાં….
  – અવનિ દલાલ
 • લાગણીઓ અટવાય છે,
  ચહેરા ક્યાં વંચાય છે !?
 • જીવનમાં આપત્તિ આવે તો ગભરાશો નહીં,
  કારણ કે….
  દૂધ ફાટી જાય ત્યારે એ લોકો જ
  ઉદાસ થઈ જાય છે…
  જેમને પનીર બનાવતા આવડતું નથી..!!
 • મને લાગે નહિં ક્યાંય કશું એકલું,
  મને મારું એકાંત ગમે એટલું…- સુરેશ દલાલ
 • સંબંધ જો સમજાય તો સમજાય જીવન આખું
  ને જો ના સમજાય તો ક્યાંક ને ક્યાંક રહી જાય બાખુંને સંબંધ વિના જીવી શું કારસો ને સંબંધ વિના શું મરસો
  સંબંધ જ બની ને આવશે પ્રકાશ જયારે અજવાળું થશે ઝાખું .
 • નવાઈ શું, વિચારો જો બધાના હોય ના સરખા !
  તરંગો પણ બધી નદીઓ તણા સરખા નથી હોતા.
 • સમય જોડે લડી ને જે પોતાનું નસીબ બદલી નાખે …
  માણસ એજ જે પોતાનું કિસ્મત બદલી નાખે …………
  શું થશે કાલે એવું બહુ ના વિચારો દોસ્તો ………….
  શું ખબર કાલે સમય ખુદ એનો ચહેરો બદલી નાખે ..
 • રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
  થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?
  નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
  બિન્દુ મહીં ડૂબીને સિન્ધુ તરી જવાના!
  કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના?
  દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના!
  છો ને ફર્યા, નથી કંઈ દી’થી ડરી જવાના!
  એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના!
  મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે
  પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના!
  એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે,
  હર જખ્મને નજરથી ટાંકા ભરી જવાના!
  સ્વયં વિકાસ છીંએ, સ્વયં વિનાશ છીંએ!
  સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના!
  સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીંએ!
  દીપક નથી અમે કૈં ઠાર્યા ઠરી જવાના!
  અય કાળ, કંઈ નથી ભય, તું થાય તે કરી લે,
  ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના!
  દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
  આ ખોળિયું અમે ખુદ ખાલી કરી જવાના.
  અમૃત ‘ઘાયલ’
 • ક – કહે છે કલેશ ન કરો
  ખ – કહે છે ખરાબ ન કરો
  ગ – કહે છે ગર્વ ન કરો
  ઘ – કહે છે ઘમંડ ન કરો
  ચ – કહે છે ચિંતા ન કરો
  છ – કહે છે છળથી દૂર રહો
  જ – કહે છે જવાબદારી નિભાવો
  ઝ – કહે છે ઝઘડો ન કરો
  ટ – કહે છે ટીકા ન કરો
  ઠ – કહે છે ઠગાઇ ન કરો
  ડ – કહે છે કયારેય ડરપોક ન બનો
  ઢ – કહે છે કયારેય ‘ઢ’ ન બનો
  ત– કહે છે બીજાને તુચ્છકારો નહીં
  થ – કહે છે થાકો નહીં
  દ – કહે છે દીલાવર બનો
  ધ – કહે છે ધમાલ ન કરો
  ન – કહે છે નમ્ર બનો
  પ – કહે છે પ્રેમાળ બનો
  ફ – કહે છે ફુલાઇ ન જાઓ
  બ – કહે છે બગાડ ન કરો
  ભ – કહે છે ભારરૂપ ન બનો
  મ – કહે છે મધૂર બનો
  ય – કહે છે યશસ્વી બનો
  ર – કહે છે રાગ ન કરો
  લ – કહે છે લોભી ન બનો
  વ – કહે છે વેર ન રાખો
  શ – કહે છે કોઇને શત્રુ ન માનો
  સ – કહે છે હંમેશા સાચુ બોલો
  ષ – કહે છે હંમેશા ષટ્કાયના જીવની રક્ષા કરો
  હ – કહે છે હંમેશા હસતા રહો
  ક્ષ – કહે છે ક્ષમા આપતા શીખો…!
  જીંદગી એક સફર છે . . ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે . .